જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા માઈનોરિટી હેલ્પ ડેસ્ક:
ખાસ સમાચાર....
મૂળ ગુજરાત ના હોય અને બિન અનામત વર્ગ માં આવતા હોય તે બધા વિદ્યાર્થીઓને ખુશ ખબર.
બિન અનામત માં નીચેની સ્કીમ માં અરજી ઓનલાઈન આજથી 20.6.2019 થી શરૂ થઈ ગઈ છે.
છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ ઓનલાઈન ફોર્મ ભરી દો.
ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ 2018 થી
"ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ" ની સ્થાપના કરવા દ્વારા ..
✔અભ્યાસ માટે સ્કોલરશીપ, નાણાકીય સહાય, લોન ની સગવડ આપવામાંઆવશે
✔વિવિધ અભ્યાસક્રમો માટે સ્નાતક, અનુસ્નાતક, મેડિકલ, પેરા મેડિકલ, ઉચ્ચ અભ્યાસ ક્રમો, એન્જીનીયરીંગ, ફાર્મસી,આર્કિટેક્ચર, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી , નર્સિંગ, વેટરનરી વી.અભ્યાસક્રમો માટે 10 લાખ સુધીની લોન
✔ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે ટ્યુશન માટે રૂ.15000 ની
સહાય
✔Jee, neet, gujcet ના કોચિંગ માટે 20000 રૂ ની સહાય
✔વિદેશ અભ્યાસ માટે માત્ર 4 % સાદા વ્યાજથી 15 લાખ સુધીની લોન
✔હોસ્ટેલ માં રહીને અભ્યાસ કરતા વિધાર્થીઓને માસિક રૂ.1200 લેખે 10 મહિના ની ભોજન સહાય.
✔સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રૂ. 20000 ની સહાય
✔આવા અનેક બેનિફિટ....
online અરજી કરવાની વેબસાઈટ
http://gueedc.apphost.in/
ખાસ જણાવવાનું કે આ યોજના નો લાભ લેવા ત્રણ જાતના સર્ટિફિકેટ ની જરૂર પડશે.
આ માટે તલાટી અથવા મામલતદાર પાસે 3 દસ્તાવેજો કઢાવવા જરીરી છે.
1. મૂળ ગુજરાતના નાગરિક હોવાનું Domicile સર્ટીફિકેટ
2. આવકનું સર્ટીફીકેટ રૂ.4.50 લાખથી ઓછી હોવી જોઈએ
3. બિનઅનામત વર્ગ અંગે નું સર્ટિફિકેટ
તરત જ આ સર્ટિફિકેટ કઢાવી online ફોર્મ ભરવાનું.
વધુ માહિતી માટે
સવારે 10 થી સાંજે 7 સુધી
જૈન એલર્ટ ગ્રુપ ઓફીસ :
079-27680746
એલર્ટ ગ્રુપ વોટ્સ અપ નં.:
+91 73831 49555
અને રાત્રે 8 થી 10 માં સંપર્ક
એલર્ટ હેતલભાઈ શાહ
9427417299
- જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા
14 & 17, ઈલોરા પાર્ક સોસા.,
જૈન દેરાસર સામે, નારણપુરા ચાર રસ્તા,
અમદાવાદ - 380013