વ્હાલા જ્ઞાતિજનો...
આપ સૌના સહકાર થી વસ્તી ગણત્રી ના ફોર્મ લગભગ ઘણાં સભ્યોએ ભરી દીધેલ છે. અને તે જ્ઞાતિ ની વેબસાઇટ તેમજ કૉમ્યુનિટી મેસેંજર (C.M) માં અપલોડ થઈ ગયેલ છે. જે સભ્યો ના ફોર્મ બાકી રહી ગયાં હોય તેણે તાત્કાલિક ઓફીસ માં (મુખ્ય વ્યક્તિ નાં ફોટો) સાથે લાવી ઓફીસ માં આપી દેવો અથવા C.M અથવા વેબસાઈટ ઉપર પણ ફોટો સાથે ભરી શકાશે.
આપ આપના મોબાઇલ માં C.M MOBILE APPLICATION PLAY STORE (ANDROID) / IPHONE (APP STORE) માં થી ડાઉન લોડ કરી આપના ફૅમિલી ની વિગતો ચેક કરી લેશો
વધુમાં આપને જણાવતા આનંદ થાય છે કે જેઓ નાં ફોર્મ આવ્યા છે તેનું આપણે જ્ઞાતિ દ્વારા મુખ્ય મેમ્બર અને તેના ફૅમિલી મેમ્બર નું ડિજિટલ Q.R CODE સાથેનું I-CARD (લાણદાર કાર્ડ) નવેસર થી તૈયાર કરી આપવાનું જ્ઞાતિ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. આ માટે આપના ફેમિલી ની મુખ્ય વ્યક્તિ નો ફૉટૉ CM અથવા વેબસાઇટ ઉપર અપલોડ કરવાનો થાય છે.
ફોટો અપલોડ કરવાની રીત C.M :
૧. પ્રથમ એપ મોબાઇલ માં ડાઉન લોડ કરવી
૨. પછી C.M માં MY FAMILY ઓપન કરવું.
૩. પછી FAMILY MEMBERS જઈ ને SELF મેમ્બર ઉપર ક્લીક કરવી.
૪. ફોટા નાં સિમ્બોલ ઉપર એડિટ ની નિશાની ને ક્લીક કરી ફોટા ગૅલૅરી અથવા ફોલ્ડર માથી ફૉટૉ અપલોડ (જરૂર પડે તો એપ માથી ક્રોપ કરવો)
૫. ત્યારબાદ સ્ક્રીન માં નીચે જઈ UPDATE નું બટન પ્રેસ કરવું.
ફોટો અપલોડ કરવાની રીત જ્ઞાતિ ની વેબ સાઇટ :
૧. vishashrimalignati.org ખોલવી.
૨. ત્યારબાદ લૉગિન થવું. (ફૅમિલી આઇ.ડી તેમજ પાસવર્ડ ફોરગેટ પાસવર્ડ માં જવું જેથી તમારા મોબાઇલ ઉપર આ બંને ડીટેલ આવી જશે.)
૩. લૉગિન બાદ SELF MEMBER માં EDIT માં જઈ ને પર્સનલ ડિટેલ વાળા પેજ ખુલશે તેમાં મોબાઇલ નંબર વાળા કૉલમ માં CHOOSE FILE માં જઈ ફોટો અપલોડ કરવો.
૪. ત્યારબાદ સ્ક્રીન માં નીચે જઈ UPDATE નું બટન પ્રેસ કરવું.
ફોટો અપલોડ કર્યા પછી ૨૪ કલાક બાદ પબ્લિશ ADMIN દવારા થશે
ખાસ નોધ : ૧. જો ઉપર નાં અપલોડ કરવા નાં સ્ટેપ માં ખબર નાં પડે તો જ્ઞાતિએ ની ઓફિસ નો રૂબરૂ અથવા મો: ૭૭૭૮૦ ૫૫૯૫૭ ઉપર સંપર્ક કરવો.
૨. આમ છતાં પણ આપનો ફોટો અપલોડ નાં કરી શકો તો આપના ફૅમિલી નાં મુખ્ય વ્યકતીનો ફૉટૉ (પાછળ નવો ફૅમિલી આઇ.ડી/ લાનાદાર/ નામ )લખી ને જ્ઞાતિ ની ઓફિસ માં આપી જવા વિનતિ છે.